વાત છે
વાત છે


આખું જવા બેઠું હોય ત્યારે અડધું તજવાની વાત છે.
અડધું ત્યાગી દઈને પછી અડધું બચાવવાની વાત છે.
લોભિયાના ગામમાં ધૂતારાઓ કમાઈ જતા હંમેશાંને,
લોભ મેલીને સમયની સરગમમાં ભળવાની વાત છે.
દરેક વખતે ગણિત આપણું વ્યવહારુ ન પણ હોય,
મનને મનાવી લઈને આવતી હાનિ રોકવાની વાત છે.
પરિસ્થિતિને માપવા કરતાં પામવાની જરુરત ઘણી,
સમયના સાદ હોય ધીમા એને સાંભળવાની વાત છે.
પહેલી નજરે મગજમાં ના બેસે તેવી હકીકત લાગતી,
તોયે ઝઘડામાં ન્યાય કરતાં સામાધાન કરવાની વાત છે.