STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

વાત છે

વાત છે

1 min
319

આપ ત્યારે આપજે દિલ, ચાહવાની વાત છે,

ત્યાં ભરોસો બોલશે આ પામવાની વાત છે.


પાનની લીલાશ આંખોમાં છવાતી જાય ને

લાલ લીલા એક થૈ ઓગાળવાની વાત છે


ખૂબ સુંદર લાગવું ને હોવું સાચે છે અલગ,

ત્યાં હૃદયનાં ભાવને શણગારવાની વાત છે.


જિંદગીભર સુખને દુઃખ પણ સાથ આપે પ્રેમથી,

રાખી સમતા ભાવ એને માણવાની વાત છે.


હાથ છોડાવી જશો તો રાહ કપરી લાગશે,

આખરે વિશ્વાસ રાખી ચાલવાની વાત છે.


સ્વાભિમાની ને અહંકારી ખપાવી શું થશે? 

મનનાં અંધારા ઉલેચી કાઢવાની વાત છે. 


કોઈ પણ અપરાધ વિના ત્યાં સજા ફરમાવી તો, 

હાથ જોડે માફી મળશે ? માંગવાની વાત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance