STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

વાત છે

વાત છે

1 min
190

રિવાજના કૂવામાં તરવાની વાત છે,

પોતે તરીને બીજાને તારવાની વાત છે,


ડૂબીને આત્મહત્યા ન કરવી ઘટેને,

સમજીને સહુને સમજાવવાની વાત છે,


પરંપરાઓ કુરિવાજોની તજવી જરુરી,

પરિસ્થિતિ પામી જઈ વર્તવાની વાત છે,


ખોટા રિવાજો કૈંક જીવને હણનારા છે,

એનાથી બચીને સારું જીવવાની વાત છે,


છે જરુરિયાત માનસિકતા બદલવાની,

સુધારાત્મક વલણ અપનાવવાની વાત છે,


ઘર, કુટુંબ, શેરીને સમાજે પરિવર્તનને,

ખોટી રૂઢિઓને પડતી મૂકવાની વાત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational