ઉભય પર્વ
ઉભય પર્વ
બંધન અને સ્વતંત્રતા સાથે ઉજવાય છે આજે,
મહત્વ બંનેનું રખે જીવનમાં સમજાય છે આજે,
રક્ષાબંધને રક્ષા ભાઈની ચાહતી બહેની દેખાશે,
એવી જ બહેનીથી રાષ્ટ્રગીત બોલાય છે આજે,
કરી કુમકુમ તિલક ભાલે રક્ષા બાંધી હરખાતી,
શાળામાં બાલિકા દેશપ્રેમનાં ગીત ગાય છે આજે,
મીઠું મોઢું વીરાનું કરાવતી બહેની મુસકાય છે,
કુરબાની વીરોની ગીતોમાં હજુ ગવાય છે આજે,
પર્વ છે વીરોનું ને વીરાનું યાદ કરી ઉજવાતું બધે,
મા ભારતીની સૈનિકોને રક્ષા રખે બંધાય છે આજે.
