Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

MONIKA TANNA

Inspirational

3.3  

MONIKA TANNA

Inspirational

તું તારું યુધ્ધ જાતે લડ

તું તારું યુધ્ધ જાતે લડ

1 min
87

ચિંતન કરવાવાળા ચિંતા ક્યાં કરે છે ? 

કર્મમાં માનવાવાળા બસ કાર્ય જ કરે છે. 

જીવનભર સુખ-દુઃખના ચક્રો ચાલ્યા જ કરે છે, 

પણ ગીતાજ્ઞાની તો સ્થિતપ્રજ્ઞ બની નિજાનંદમાં જ ફરે છે. 

વધારે વિચારવાથી નિર્ણયો ડગમગાવાય જાય છે, 

પણ તેને શું ચિંતા? જેનો સારથી શ્રીકૃષ્ણ જ બની જાય છે. 

ખાલી નામ લેવાથી કૃષ્ણનું ક્યાં થવાય છે? 

કૃષ્ણને પામવા તો બસ કર્મના સિધ્ધાંત પર જ ચલાય છે. 

“તું બસ તારૂં કર્મ કર” આટલી નાની તો વાત છે, 

આ ના સમજનારા જ તેમના જીવનમાં ઉદાસ છે.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational