મેરેજ કે ડીલ
મેરેજ કે ડીલ


લગ્ન સંબંધને સીડી બનાવાય છે,
આજકાલ મેળાપ નહીં, મેરેજ ડીલ થાય છે.
સીટી, બેંક બેલેન્સ અને પ્રોપર્ટી પહેલા જોવાય છે,
છોકરાની આવડતને આજકાલ ગૌણ ગણાય છે.
પરિવારની નેટવર્કથી જ છોકરો સારો લેખાય છે,
આવા જ ગાડરિયા પ્રવાહમાં સૌ કોઈ વહેતા જાય છે.
છોકરીનું પણ ફકત રૂપ જ જોવાય છે,
તેનું ભણતર અને આવડત સાઇડમાં મુકાય છે.
કાચા પાયા પર પાકા સંબંધો બંધાય છે,
બંને તરફ ફકત ફાયદો જ જોવાય છે.
પણ આ ફાયદામાં લોકો નુકશાની ભૂલી જાય છે,
પરિસ્થિતિ બદલાતા સંબંધ પણ નબળો જણાય છે.
અંતે આ મેરેજ ડીલ ફોક જાહેર થાય છે,
જીવનભરના સંબંધ ક્ષણભરમાં ટૂટી જાય છે.
દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાનું વચન ભૂલાય છે,
પછી પ્રશ્ન થાય છે કે, "હમણાં છૂટાછેડા કેમ વધુ થાય છે?"