STORYMIRROR

MONIKA TANNA

Inspirational

4  

MONIKA TANNA

Inspirational

તારા માટે જીવીને જો

તારા માટે જીવીને જો

1 min
23.4K

તારા માટે તું એકવાર હસીને તો જો,

તારા માટે પણ ક્યારેક તું જીવીને જો.


કયારેક પોતાના માટે પણ તૈયાર થઇને જો,

તારી સુંદરતા કયારેક તું પણ માણીને જો.


કયારેક પોતાના પર ગર્વ તો કરીને જો,

તારી હિંમત કયારેક તું ખુદજ બનીને જો.


કયારેક પોતાની પસંદ પ્રમાણે જીવીને જો,

તારી ઇચ્છાઓનું માન કયારેક તું પણ જાળવીને જો.


કયારેક પોતાની સાથે ન્યાય કરીને તો જો,

પોતાના અન્યાયની ખુદથી કયારેક માફી માંગીને જો.


તારા માટે બસ એકવાર હસીને તો જો,

તારા માટે પણ ક્યારેક તું જીવીને જો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational