STORYMIRROR

MONIKA TANNA

Drama

4  

MONIKA TANNA

Drama

મારી બા

મારી બા

1 min
1.0K

શોક ભાંગવાથી ક્યાં શોક ભંગાય છે,

સમયથી પણ બધા ઘાવ થોડી રૂઝાય છે.


ફરી - ફરીને ક્ષણે - ક્ષણે તમને યાદ કરાય છે,

તો પણ વીતેલો સમય થોડી પાછો જીવાય છે.


દિવસો જરૂર પસાર થાય છે,

પણ તેમાં જીવન ક્યાં શોધાય છે.


હવે કોણ પ્રેમથી પોતાના પહેલા મને જમાડશે?

કોણ મારી ખુશીઓની માનતાઓ માનશે?


તમારા સાથે ના હોવાની ખોટ સતત વર્તાય છે,

પણ તેનાથી આપણો સંબંધ થોડી પૂરો થાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama