તું સાંભળે છે ને
તું સાંભળે છે ને
તું સાંભળે છે ને...
મળ્યાં તારાં આશિષ જેને,
અવતર્યા એ આ જગમાં,
આ તારું, આ મારું કરીને પાડયાં,
આ જગને ભાગમાં.
તું સાંભળે છે ને...
અનંત ફૂલડાં કાપી આપ્યું,
તને કાદવનું ફૂલ,
તે શું વિચાર્યું બાંધ છે,
એ પ્રેમનાં પુલ.
તું સાંભળે છે ને...
રાખ્યાં મૂંગાઓને એની સાથે,
કરશે વહાલ એવી ભાનમાં,
પૂરાં કર્યા સ્વાર્થ એનાં,
કાપી પશુને બુદ્ધિ
નાં અભિમાનમાં.
તું સાંભળે છે ને...
મળ્યાં એને રંગ રૂપ,
કુદરતી સ્વભાવમાં,
હું ઊંચો, તું નીચો કરી પાડયાં,
ભાગ તારી મારી જાતમાં,
તું સાંભળે છે ને...
લડાવ્યાં એને પોતાનાંને જ,
અલગ જાત–પ્રાતમાં,
આપી આદેશ છુપી એની બિલમાં,
જાણે પોતેજ હોય જગનાં,
સર્વ જ્ઞાનમાં,
તું જુવે છે ને,
કે પછી તું પણ છુપી રહ્યો,
જોઈ આ ધુમાડાને,
તારાં સ્વર્ગમાં.