STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

તું પણ મને

તું પણ મને

1 min
153


તને યાદ કરું એ જ સાબિતી તું પણ મને,

તને સાદ કરું એ જ સાબિતી તું પણ મને,


એકપક્ષીય પ્રેમ ના ટકી શકતો કદી જગમાં,

તને દાદ દઉં એ જ સાબિતી તું પણ મને,


સ્થાન અલગ તેથી શું ? મન તો એક જ છે,

તું પૂજ્યપાદ એ જ સાબિતી તું પણ મને...


ન સમજાય તારી ગતિ આ સંસારચક્ર તણી,

ને હું સંવાદ કરું એ જ સાબિતી તું પણ મને...


પલ્લાં બેય સરખાં થશે ન્યાયકાંટો મધ્યમાં,

કદી વિષાદ કરું એ જ સાબિતી તું પણ મને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational