STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Thriller

4  

ચૈતન્ય જોષી

Inspirational Thriller

ટેવ છે મારી

ટેવ છે મારી

1 min
275

તુફાનમાં જ કશ્તી હંકારવાની ટેવ છે મારી,

તુફાનમાં જ મસ્તીથી જીવવાની ટેવ છે મારી. 


સાવ સરળ રસ્તામાં કિંમત શું પથિક તણી?

મૂઠી ઊંચું લક્ષ્યને સદા ધારવાની ટેવ છે મારી. 


તુફાનો ના ડરાવી શકે કદાપિ મને રાહમધ્યે,

ઝઝૂમીને સતત કિનારે જવાની ટેવ છે મારી. 


હું જ મુસાફર ને હું જ નાખુદા હંકારતો નાવ,

અડગ રાખી મનને લંગારવાની ટેવ છે મારી. 


હર હલેસે હોય હરિવર હમસફર બની જાતો,

સલામત રાખી નૌકા કોઈ ખારવાની ટેવ છે મારી. 


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational