તો થાય ગઝલ
તો થાય ગઝલ
બે ઘડી આમ બેસાય તો,
થાય ગઝલ,
અમથું અમથું હસી જવાય તો,
થાય ગઝલ,
જોતા હોવ વાટ જેમની,
અનિમેષ તમે,
સાવ અચાનક મળી જાય તો,
થાય ગઝલ,
સમજણની સઘળી સરહદો,
વટાવી જ્યારે,
હૃદય થી સંવાદ થાય તો,
થાય ગઝલ,
જીત ના જશ્ન તો બધેજ,
ઊજવાય,
હાર માં પણ છલકાય જામ તો,
થાય ગઝલ,
વરિયાળીનું પણ વ્યસન ના હોય,
ત્યાં કોઈક,
આંખોના બંધાણી થઈ જવાય,
તો થાય ગઝલ,
કલમ બુઠ્ઠી ભલે હોય પણ હૃદય, સોંસરવા,
જો શબ્દો આર-પાર નીકળી જાય,
તો થાય ગઝલ,
જેમના માટે લખો, જો એમને,
સમજાય "ભાવેશ",
તો પૈસા પુરા વસૂલ કરતી,
જાય ગઝલ.

