Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavesh Shah

Drama Fantasy Romance

3  

Bhavesh Shah

Drama Fantasy Romance

તો થાય ગઝલ!

તો થાય ગઝલ!

1 min
14.4K


બે ઘડી આમ બેસાય,

તો થાય ગઝલ,

અમથું અમથું હસી જવાય,

તો થાય ગઝલ,


જોતાં હોવ વાટ જેમની

અનિમેષ તમે,

સાવ અચાનક મળી જાય,

તો થાય ગઝલ,


સમજણની સઘળી સરહદો,

વટાવી જયારે,

હૃદયથી સંવાદ થાય,

તો થાય ગઝલ,


જીતનાં જશ્ન તો બધે જ,

ઊજવાય,

હારમાં પણ છલકાય જામ,

તો થાય ગઝલ,


વરિયાળીનું પણ વ્યસન ના હોય,

ત્યાં કોઈક,

આંખોના બંધાણી થઈ જવાય,

તો થાય ગઝલ,


કલમ બુઠ્ઠી ભલે હોય પણ હૃદય

સોંસરવા,

શબ્દો આર-પાર નીકળી જાય,

તો થાય ગઝલ,


જેમના માટે લખો,

જો એમને સમજાય "ભાવેશ",

તો પૈસા પૂરા વસૂલ કરતી,

જાય ગઝલ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama