STORYMIRROR

Archana V Panchal

Fantasy Romance

2  

Archana V Panchal

Fantasy Romance

તો કેટલું સારું!!

તો કેટલું સારું!!

1 min
405


તમને પહેલા ક્યારેય જોયા નથી પણ તમને જાણી લઉં તો કેટલું સારું!!


તમે અમારા નથી, અમે તમારા નથી તો પણ સંબંધ રચાય તો કેટલું સારું!!


વાટ જોતા હોય તમે અમારી મીઠી યાદ માં....

ઓહો, જો ખરેખર એવું થઇ જાય તો કેટલું સારું!!


નથી જોતા તમે અમારી સામે પણ એવી પળ આવે,

નજરથી નજર મળે અને સમય થંભી જાય તો કેટલું સારું!!


ગુલાબથી પણ વધુ મહેંકો છો તમે તમને અત્તરની શી જરૂર!

અમારા જિંદગીના બાગનું કોઈ ફૂલ થઇ આવો તો કેટલું સારું!!


સમયની સાર જોઈ કઈ ખાસ નથી માંગતા તમારી પાસેથી,

બસ તમારો સાથ માંગીએ અને તમે હા કહી દો તો કેટલું સારું!!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy