તને જોઇને
તને જોઇને

1 min

355
તને જોઈને એવું લાગે છે જાણે,
મૌસમનો પહેલો વરસાદ,
મને ભીંજવતો હોય,
તને જોઈને એવું લાગે છે જાણે,
ફૂલ પર પડેલું શબનમનું ટીપું,
મારા પર વરસતું હોય,
તને જોઈને એવું લાગે છે જાણે,
સવારનું પુષ્પ મારા પર,
એની સુગંધ વિખેરતું હોય,
તને જોઈને એવું લાગે છે જાણે,
પતંગિયું મારી આંખમાં,
એના રંગ ભરતું હોય,
તને જોઈને એવું લાગે છે જાણે,
સુરજ એની લાલીમાંથી,
મારા હોઠ ને રંગતો હોય,
તને જોઈને એવું લાગે છે જાણે,
વાદળ એના ભીના સ્પર્શથી,
મારું મુખ ચૂમતા હોય,
તને જોઈને એવું લાગે છે જાણે,
ચંદ્રમા એની ચાંદનીના પ્રકાશમાં,
મને નવડાવતો હોય,
તને જોઈને એવું લાગે છે જાણે,
આકાશ તારલાઓની ભાતવાળી,
ચાદર મને ઓઢાડતું હોય.