STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

તમારું દર્શન મધુર મળે

તમારું દર્શન મધુર મળે

1 min
293


તમારું દર્શન મધુર મળે,

તાપ ટળે તો મારાં સઘળાં, દળદળ તેમ ટળે... તમારું.


અશાંતિ આવરતી અંતરને, નાસે તે જ પળે,

મટે અલ્પતા ને પામરતા, પૂર્ણ પ્રકાશ ઝરે. તમારું.


ઊડે ફુવારા પ્રસન્નતાના, મન કિલ્લોલ કરે,

મારાશો ના ધન્ય ધની કો', જગમાં હોય ખરે. તમારું.


આંખ મળે, આંખો ને અંતર સહજ સમાધી કરે,

તીર્થ બધાં ને મુક્તિ ભુક્તિ ત્યાં એકત્ર મળે. તમારું.


શોધ શમે જીવનની તેમ જ, તીખી તરસ ટળે

સાધન થાય સફળ સઘળાં ને, કાળ કરાલ મરે. તમારું.


‘પાગલ’ પ્રેમ મહીં પ્રાણ બની નિત પોકાર કરે

આજે મારી પાસ પધારો, ધ્યાન તમારું ધરે. તમારું.


- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics