થયો છું
થયો છું
થાક્યો હતો હું જીતવાની ઝંખનાથી,
હવે પડકાર ઝીલવા સઘ્ધર થયો છું !
હાર માની લીધી ઘણી જીવનમાં,
હવે ઊભો થવા સક્ષમ થયો છું !
ક્યાં સુધી રહીશ હું આમ ચૂપચાપ,
હવે સૌને સંભળાય એવો અવાજ થયો છું !
ધક્કો મારીશ મારા અંતરાત્માને હવે,
પરિશ્રમ કરવા હું પગભર થયો છું !
ચલાવી ઘણી ગાડીઓ આ દુનિયાની,
હવે જીવનરથ ચલાવવા હાજર થયો છું !
જોતાં રહી જશે અઢળક ધનના માલિકો,
ગરજવા હવે હું એક વાદળ થયો છું !
