STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

તારું નામ

તારું નામ

1 min
340

હૈયે હરપળ હરિવર તારું નામ,

તુજને પ્રતિશ્વાસે મારાં પ્રણામ,


નયનદ્વારે આવીને વસવું તારે,

ઉર આંગણે મારે તારું હો કામ,


સંબંધ મારો તારો યુગયુગાંતરથી,

તારા જેવા મળે હરિવર તમામ,


જેનાં વર્તને વરતાતી હાજરી તારી,

મારે મન ત્યાં જ તારું હરિવર ધામ,


તારા બનીને રહેવાની મારી ચાહત,

તુજ ચરણે થાવું મારે ઠરીને ઠામ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational