STORYMIRROR

Maitri Shah

Romance

2  

Maitri Shah

Romance

તારીખ માંગતી જાઉ છુ

તારીખ માંગતી જાઉ છુ

1 min
14.2K


રજનીના અસ્થ પછી, ઉઘતી ઉષાની એ પેહલી કિરણની જેમ,
તમારા આગમનથી મારા જીવનમા ફેલાયેલી આ રોનકને હુ વધાવુ છુ...


કાદવમા ઉઘી નિકળેલા કમળની અનોખી ઓળખની જેમ

તમારા અનેરા  પ્રેમના મીઠા અસરથી હુ સોહાવુ છુ...

ગુલાબના ઉપવનમા પસરાયેલી એ મનગમતી મહેકની જેમ,
તમારા અસ્તિત્વ થકી ફેલાયેલી આ ઉરઝાઓમા હુ ખોવાઈ જાઉ છુ...

વરસાદમા વરસેલી એ નટખટ પેહલી બૂંદોની મોજ મસ્તીની જેમ,
તમારા નામ ના ઉલ્લેખ માત્ર થી જ હુ હરખાઇને શરમાઇ જાઉ છુ...

જીવનમા થરવેલા ધ્યેય ને પ્રાપ્ત કરતા મલતી ખુશીની જેમ,
થોડી પળો માટે પણ તમને અંગત રીતે મળીને હુ હરખાઈ જાઉ છુ...

કેટલી પણ વાર મળીયે તો પણ આકાંકશાઓ વધતી જ જાય જેમ,
તમારાથી હજ્જુ તો છુટ્ટા પડતા જ, હુ ફરી મળવાની તારીખ માંગતી જાઉ છુ.....

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance