તારી ચાહત
તારી ચાહત
મહેબૂબની આંખોમાં જોવું, તો મારી દુનિયા દેખાય,
લોકો સુખની એક પળ શોધે, મને હજાર મળી જાય,
આ તો કેવી મહોબત છે, દિલ બે છતાં એક થઈ જાય,
એક કાંઈ બોલે એ પહેલાંજ, બીજા ને સમજાઈ જાય,
હસીન એક મુલાકાત માટે, આ દિલ અધીર થઈ જાય
સ્મિત જોઈ તમારું, હર પ્રશ્નોનાં જવાબ મળી જાય,
જોઈ તને, આ જીવન જીવવાનું બહાનું મળી જાય,
હસીન તારી યાદથી, એક સુહાનું સ્વપ્ન બની જાય,
મૃદુલ મન ને બસ તારી હા, નો જો ઈશારો મળી જાય
તારી ચાહતમાં આ જિંદગી આમ જ ફનાહ થઈ જાય.

