તારા વિના અધૂરો માં !
તારા વિના અધૂરો માં !
ભણતા રમતા મોટા થઈ ગયા,
તો પણ તારા બાળ જ રહી ગયા.
ભણી ગણીને હોંશિયાર થઈ ગયા,
તો પણ તારા બાળ જ રહી ગયા.
હોંશિયાર થઈ ને નોકરી મેળવી,
તો પણ તારા બાળ જ રહી ગયા.
નોકરી મેળવી ને પરિવાર ચલાવ્યો,
તો પણ તારા બાળ જ રહી ગયા.
પરિવાર ચલાવીને વૃદ્ધ અમે થઈ ગયા,
તો પણ તારા બાળ જ રહી ગયા.
