સ્વાર્થી મુખવટા
સ્વાર્થી મુખવટા
સ્વાર્થ ઘેલો બની શું ધ્યેય તું રાખીશ ?
દુનિયાદારી ભૂલી નિજ સુખ જ મેળવીશ,
સુંદર મુખડા જોઈ મલક મલક મલકે,
દિસે નહી દિલડું કાળું અંધારાના પલકે,
ભોળપણમાં ભેરવાઈ લાગણી છલકાય,
ગરીબડા મુખવટા પાછળ શૈતાન હરખાય,
શુભચિંતકો બની વાત તારી સાંભળે,
મંથરા- હરિરામ નાઈ બની સામાપક્ષે ભળે,
માનવી ઓળખવામાં ભૂલ જ થાય મારી,
તાર તાર કરે દિલના, વિશ્વાસઘાત કરી,
કરમની ચિંતા નથી, વર્તમાનમાં જીવે,
કરે કામ દૃષ્ટતાના,નિષ્ફળતાથી બિવે,
ઈર્ષાની હદ કરી,પીઠ પાછળ ઘા કરે,
ચહેરાના અનેક મોહરા પહેરી વાર કરે,
મહેનત કર નિર્દોષ ભાવથી, સત્કર્મ તું કર,
દિલ દુભાવી સારા ફળની કદી આશા ન કર.
