સવાઈ ગુજરાતી
સવાઈ ગુજરાતી
વાત કરવી છે મારે ગાંધીયુગનાં જીવન વિચારકની રે;
તે જ ક્ષણે સ્મરણ થાય એ જ વિરલ વિભૂતિ રે .
સતારા જેમની જન્મભૂમિને કાલેલી ના વતની રે ;
વતન પરથી ઓળખ મળી તે કાલેલકર જી રે.
વાત કરવી છે મારે ગાંધીયુગનાં જીવન વિચારકની રે ;
રૂડું નામ જેનું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જી રે.
માતૃભાષા જેમની મરાઠી ને છતાં બહુધા લખ્યું ગુજરાતી રે
બાપુના જે બન
્યા અનુયાયી તે પ્યારા કાલેલકર જી રે.
વાત કરવી છે મારે ગાંધીયુગનાં જીવન વિચારકની રે ;
જીવનનો આનંદ',' જીવન સંસ્કૃતિ' કે 'જીવનભારતી' એવી રે.
'રખડવાનો આનંદ' કે 'જીવન વિકાસ' સાહિત્યકૃતિ જેની રે ;
વાત કરવી છે મારે ગાંધીયુગનાં જીવન વિચારકની રે.
જીવન દેવતા બહુરૂપિણી નિત્ય તત્વચિંતન જેનું રે;
' સ્મરણયાત્રા' એ બાલ્યાવસ્થાના સંસ્મરણોનું ચિત્ર એનું રે
'સવાઈ ગુજરાતી' ની ઓળખ આપી પૂ. બાપૂ એ જેને રે ;
વાત કરવી છે મારે ગાંધીયુગનાં જીવન વિચારકની રે.