સત્ય-અસત્ય
સત્ય-અસત્ય


અસત્ય-:
દૂર કરો પ્રકાશ, અંધારું બહુ ગમે છે,
ખોટા કામો ને સાથ આપનાર, માનવ બહુ ગમે છે
સત્ય-:
અંધારે ભટકનારા, ફાંફાં બહુ મારે છે,
સત્યનો એક પ્રકાશ, અંધારું ચીરે છે,
અસત્ય-:
સત્યને માનનારાઓ હવે, પુસ્તકોમાં વસે છે,
સત્તા અને લોભમાં, સસ્તામાં વેચાય છે,
સત્ય-:
એક અકેલો પ્રહલાદ, ના અસત્યને ઝુકે છે,
ખરા ટાણે નરસિંહ, પ્રહલાદની ફેવર કરે છે,
અસત્ય-:
વાતો એ સતયુગની, આજે કલયુગ વસે છે,
સાચા ધર્મને ના માનનારાઓથી જ,
અસત્યજ આજ જીતે છે,
સત્ય-:
બંધ આંખો એ અંધારું જ દેખાય છે,
ધીમે ધીમે પ્રકાશ કિરણ પણ દેખાય છે,
જુઠની થઇ આજે જીત,
કાલ સત્યની દેખાય છે.