સ્ત્રી
સ્ત્રી
સ્ત્રી, આભૂષણ નહી 'ભૂષણ' જગતનું..
સ્ત્રી, પદ્મા નહી પદક સંસારનું..
જ્યાં જુઓ ત્યાં થાય વિડંબના સ્ત્રીની?
સુંદર કાયા જડીત દેહની,
એના સમજુ સુશિલ સ્વભાવની
સ્ત્રી, કલંક નહિ તિલક પરિવારનું..
સ્ત્રી, પૂરક નહિ રૂપક સંબંધનું..
નાની જરૂરિયાતોનું મોટું બલિદાન જીવતી,
ખુદના સ્વને પતિ, બાળકોમાં જોતી
કુટુંબમાં આત્મવિશ્વાસ, ઉત્સાહ ભરતી
સ્ત્રીનું, સ્થાન તૂચ્છ નહિ સર્વોચ્ચ સમાજનું..
વેદોમાં સ્ત્રીને, નિંદનિય નહિ પૂજનીય કહેવાતું..
શીલવાન ચારિત્ર્યવાન, દૂરદ્રર્ષ્ટા એ સ્ત્રી,
ઓદાર્ય સાથે વિનય, નમ્રતા, ધીર્યવાન એ સ્ત્રી
સતત જાગૃત વ્યવહારદક્ષનું પરીબળ એ સ્ત્રી
સ્ત્રી ગર્ભ, શત્રુત્વ નહિ અધિકારી છે ગૌરવ પદનું..
સ્ત્રી, આભૂષણ નહિ 'ભૂષણ' જગતનું.