મનમાં ન ભર
મનમાં ન ભર
મનમાં ન ભર તું, મુક્ત જરાં થા તું
હોય જો મૂંઝવણ તો માંડીને કહે આજ તું,
દુઃખના ડુંગર ઓલાંડીને શું પેલી કોર જાવું છે?
સુખની શોધમાં અહીં તહીં ભટકવું છે?
ભ્રમમાં અંજાઈને સુખને ના જાણ તું
મનમાં ન ભર તું, મુક્ત જરાં થા તું!
ગમગીન, ઉદાસ બની ના ઓલવ ખુદ પ્રકાશ તું
આશના સથવારે, જીવતર ઉજાળ તું,
ભિંજાવી લે મન ને નિરાશા નિચોવ તું
મનમાં ન ભર તું, મુક્ત જરાં થા તું !
ચિત્તને શાંત કરી, ઈશમાં પરોવી દે
અંતરના હું ને એના વિશ્વાસ થકી જોડી દે,
ઉપકારોની છાયા એની કેમ કરી ભૂલે તું?
મનમાં ન ભર તું, મુક્ત જરાં થા તું,
હોય જો મૂંઝવણ તો માંડીને કહે આજ તું.