સ્ત્રી
સ્ત્રી
અસંખ્ય ચહેરાઓ ની અસંખ્ય કથા,
નબળાઓને નાથવાની યુગો જૂની પ્રથા,
રોજ કાજળેલી અણીદાર નવી આંખો ની વાતો,
સ્મિત-મઢી આંખોમાં ઘૂંટેલા ઘાયલ ઉત્પાતો,
લિપસ્ટિકિયા હોઠો નું મધ મીઠું કંપન,
ભીંજાયેલા ઓશિકા ને એકલું મન,
ફરજોનાં બોજાને લાગણીઓ નું બંધન,
કોણ સાંભળે એકલતાનું ભેંકાર રુદન,
ઘડિયાળના કાંટે બસ દોડતું જીવન,
તોકેલું... માપેલું... ભીખેલું શ્વસન,
જુદા જુદા ચહેરાઓ, જુદી જુદી કથા,
ચમકદાર મોહરાઓ પાછળ, કાંઈ કેટલીયે વ્યથા.
