STORYMIRROR

Rupal Desai

Others

4  

Rupal Desai

Others

જીવન

જીવન

1 min
471

દરેક ક્ષણે ખુશીનો અહેસાસ,એજ જીવન છે,

મધ્યરાત્રીએ સૂર્યનો આભાસ, એજ જીવન છે.


વાદળોની ઉપર, કદાચ કોઈ જગત હશે-તો શું ?

વિશાળ આકાશનો સોનેરી પ્રકાશ, એજ જીવન છે.


વિજ્ઞાન, કુદરતને યુગોથી નાથતું આવે છે,

છતાં સર્જનહાર પર અનોખો વિશ્વાસ, એજ જીવન છે.


પ્રત્યેક હદયમાં અતૃપ્ત શમણાં જીવિત છે,

સુખ-દુઃખનો અકળ એખલાસ, એજ જીવન છે.


મૃત્યુ તો નિશ્ચિત છે દરેકને માટે 'રૂપા',

પણ તેનાંથી બચવાનો પ્રયાસ, એજ જીવન છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Rupal Desai