સરવૈયુ
સરવૈયુ
સાઠે ઘરડો ને સિત્તેરે ડોહો કાં તો સોળે જવાન,
સિત્તેરનો જવાન ચોપ્પનનો અનુભવી તાનમાં ખીલ્યા વાન।
સિત્તેરે પહોંચવાનો લાભ ક્યાં સૌને મળે ભાગ્યવાન,
કાફી મૂલ્યવાન હોય છે એ રહસ્યો શોધને 'લ્યા જવાન.
જે છે પૂરતું છે વધારેની લાલચ નથી એમાં જ છે શાન,
વયસ્કના વયના વાનનાં તાળાંની કૂંચી સંતોષ છે જવાન.
વયોવૃદ્ધને ઘરડાઘરમાં મૂકી આવવું માણસાઈનો મૃત્યુઘંટ,
વૃદ્ધાશ્રમ નાબૂદ કરવાની સલાહ ક્યારે સમજશે સંતાન ?
ઢળતા પડાવે કરે મહેચ્છા- સિદ્ધિઓનું સરવૈયુ લીલા ગજબ,
મહેચ્છાઓનું શોધી મારણ માણે જીવન તો ખાય માનપાન !