Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Apexa Shah

Tragedy


3  

Apexa Shah

Tragedy


સરખામણી

સરખામણી

1 min 341 1 min 341

મેં ફુટપાથ પર શાંતિથી સુતેલો માણસ જોયો છે,

મેં એ.સી.માં પણ પડખા ઘસતો માણસ જોયો છે,


મેં સૂકા રોટલાને સુખેથી ખાતો માણસ જોયો છે,

મેં ચીઝવાળો રોટલો ખાઇને પણ બેસેલો અસંતોષ માણસ જોયો છે,


મે લારી લઇને રોજી માટે ગરમીમાં રખડતો માણસ જોયો છે,

મેં ઘરે બેસીને રોજ ઓનલાઇન શોપીંગ કરતો માણસ જોયો છે,


મેં ખુલ્લા પગે ગરમીમાં રખડતો માણસ જોયો છે.

મેં મોંઘીદાટ ગાડીમાં બ્રાન્ડેડ સુઝ પહેરીને બેસેલો માણસ જોયો છે.


મેં ફાટેલા કપડા પહેરીને ભીખ માંગતો માણસ જોયો છે.

મેં ફેશનના નામે ફાટેલા કપડા પહેરીને વટ મારતો માણસ જોયો છે.


મેં કલાકના રોજ પર મજુરી કરતો માણસ જોયો છે.

મેં કલ્લાકો સુધી મોબાઇલમાં સમય વેડફતો મજબૂર માણસ જોયો છે.


મેં ઠંડીમાં ઠુઠવાઇને બેસેલો શાંત માણસ જોયો છે.

મેં સુવિધાઓની આડમાં મગજ તપાવતો માણસ જોયો છે.


મેં આ બધુ સહન કરીને પણ સુખેથી જીવતો માણસ જોયો છે.

મેં આ બધુ ભોગવીને પણ જીદંગીને દોષ આપતો માણસ જોયો છે.


મેં ભૂખ માટે કકડતો ગરીબ માણસ જોયો છે,

મેં આ બધુ નજરઅંદાજ કરતો અમીર માણસ જોયો છે.


Rate this content
Log in

More gujarati poem from Apexa Shah

Similar gujarati poem from Tragedy