સરિતા સાગર
સરિતા સાગર


બંધાઈ ગઈ એને ખારા સાગરથી પ્રીત.
એણે પછી રોજરોજ ગાયું પ્રેમસંગીત.
ભૂલી ગઈ સ્થાન ઊંચા પિતા પર્વતનાં,
ના રહ્યો સ્નેહ કુટુંબ પૂરતો જ સીમિત.
વિચારશૂન્ય થૈ દિલ દઈ બેઠી સરિતા,
નીચાં સ્થાને ન કરી એને લેશ ભયભીત.
મીઠાંનીરની મધમીઠી હતી એ અંબુજા,
ખારાશને પામવાની કેવી રે ભૂલી રીત ?
વિશાળ જળરાશિને જોઈ મોહી હશે,
ગુણઅવગુણની ક્યાં થાય વળી જીત ?