STORYMIRROR

'Sagar' Ramolia

Classics Inspirational

4  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૮૯.

સરદારનું ગીત-૮૯.

1 min
588

મહાનુભાવાંજલિ


ગાંધીજી બોલતા રહ્યા, મળે ન સરદાર રે;

થયું છે જેટલું કામ, એ થાત નૈ’ લગાર રે.

નહેરૂ બોલતા જાય, શિલ્પી એક મહાન રે;

ઘડીને દેશનો ઘાટ, મને સોંપ્યું સુકાન રે.


રાજેન્દ્રજી કહેતા’તા, થાય રૂદન અપાર રે;

રડીએ આપણા માટે, નહિ કે સરદાર રે.

રાજગોપાલજી બોલે, બહાદુર ગણાય રે;

વિશ્વસનીયતા તેની, હંમેશાં વખણાય રે.


કનૈયાલાલની વાતે, કૃષ્ણ સમ મનાય રે;

ગાંધીયુગ જતાં તેઓ, પલટો ખાય જાય રે.

મેનન માનતા રહ્યા, લોખંડી ન જરાય રે;

અંદર ઊતરી તેની, વત્સલતા પમાય રે.


સુશીલા માનતાં થોડું, ઓછું જીવી શકેલ રે;

સુસ્થિર દેશને તેઓ, કરી લેવા મથેલ રે.

અમૃત કૌરની વાતો, અલગારી રહેલ રે;

તેમણે ઘર તેઓનું, નિજ અનુભવેલ રે.


વિનોબા માનતા રહ્યા, અહિંસક લડાય રે;

લડત બારડોલીની, કદી નહિ ભુલાય રે.

કિશોરલાલજી બોલે, દેખાવ ન કરેલ રે;

પચાવી દુનિયાદારી, નિકટ થૈ રહેલ રે.


નરહરિ કહે તેઓ, સાચા શિષ્ય બનેલ રે;

સ્વાવલંબી બની તેણે, હિંમત દાખવેલ રે.

કહ્યું મગનભાઈએ, લોકશાહી મળેલ રે;

કાર્યપ્રવીણતા તેમાં, શિસ્તબદ્ઘ રહેલ રે.


મણિબહેનજી માને, વિનોદ ન ગયેલ રે;

અપાર વેદના વચ્ચે, હસાવતા રહેલ રે.

કરિપ્પાજી કહે સાચું, કઠિન કાળ થાય રે;

બીજો ઉગારવા માટે, મેળવી ન શકાય રે.


**

ઈતિહાસે જગા તેની, ચિરકાળ ટકી રહે;

મનમાં દેશવાસીના, ભાવના એટલી વહે.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati poem from Classics