સ્પર્શ
સ્પર્શ


મીઠા સ્વપ્નનો સ્પર્શ
જીવનભર જીવનમાં ભળે...!
કડવી યાદો નો સ્પર્શ
જીવનભર જીવનમાં બાળે..!
સ્પંદનનો રસભર્યો સ્પર્શ
જીવનભર જીવનમાં ઓગળે..!
સૂર્યની ઓજસતાનો સ્પર્શ
જીવનભર જીવનમાં વીંટળે..!
ચાંદનીની શીતલતાનો સ્પર્શ
જીવનભર જીવનમાં શીતે પલાળે..!
ઝેરીલા ઝેરના ડંખનો સ્પર્શ
જીવનભર જીવનમાં મોતે મળે...!
પ્રભુ તારા સ્પર્શ વિના સ્પર્શ
જીવનભર જીવનને ઉછાળે ...!
પત્થર છતાં તને કરૂ સ્પર્શ
જીવનભર જીવનનું ભાન કળે...!