કુંજગલી
કુંજગલી
1 min
261
નભે ઝળક્યાં સૂરના ઓજસ,
અવનીને આકર્ષે તેનું તેજસ,
ખીલી ઊઠી રંગોની એ સારસ,
પુષ્પોની એ હારબંધ કતાર કોરસ.
સમો જોઈ તે કરતાં ગુંજન,
મધુરસની મિજબાની ભ્રમર,
સાથ છે, પરવાનાઓ સંગ રંજન,
રંગો પામી 'કુંજ ગલીએ' કરે સફર.
મહેકે દિન રાત પુષ્પો તણી લહેરે,
સંજોરે ને સ્પર્શે તેની મહેક પ્રહરે,
મન હર્ષે તેઓના અહીં તહીં ચક્કરે
ન જોયા એ સર્વે સમા કોઈ નિસર્ગે.
ઠરી દ્રષ્ટિ મુજ મનભાવન મોહે,
નિસર્ગ ખોળે જીવન સૃષ્ટિ સોહે.
