સપનું
સપનું
બચપણનું એક ચિત્ર સજાવ્યું
જો, જો, જો એક સપનું આવ્યું
પત્તે પત્તે ઝૂમે પક્ષી
ડાળ ડાળ એક વિશ્વ સમાયું
આંસુ બૂંદે ચૂવે મોતી
ઝળહળ ઝળહળ આભ ભરાયું
પુષ્પ, પુષ્પ, પમરાટ મજાનો
સારંગ, સારંગ કંઈક ખજાનો
દેખે શીતળ ચંદામામા
રાત રાત નિતનવી ઉજાણી
બચપણનું એક ચિત્ર સજાવ્યું
જો, જો, જો એક સપનું આવ્યું
©નમ્રતા કંસારા
