નવનિર્માણ
નવનિર્માણ
બની ગયું જે
ક્યાં બદલાય છે!?
શોરબકોર, હળવી ચીસ
હર ક્ષણ કેમ ગૂંગળાય છે!?
આગઝની, ધૂમાડાના ગોટેગોટા
તડપે છે, વરાળ બની
નીકળે છે, બાષ્પ બની
હવામાં...
ઉડે છે, પીગળે છે, દેખાય છે;
લોહી નીતરતી રોશની,
કેમ ચળકે છે,
આંસુ બની!?
અપેક્ષા, આંસુ, દયા
અપાય છે વળતર,
પાપીઓ કે નિષ્પાપ...
ભ્રષ્ટ? સબળા લોકો દ્વારા!
કાનૂની કે ગેરકાનૂની..
આચરણ બને છે અકસ્માત...
રેડાવે છે રક્ત, ટપકે છે મોત,
લહેરાયા આંસુ...
ચાલ્યા મુકદમા...
ન્યાય મળશે...
ન્યાય મળશે...!
એ આંસુઓને જેણે પોતા
નો જીવ ખોયો...
જીવ ખોયો...
ન્યાય મળશે...
ન્યાય મળશે...
બચાવ, સવાલ, જવાબ, આરોપ, દલીલ
મુકદમો...
પણ... ઊંડાણથી ઝળુંબતો,
બેપરવાહ પ્રવાહિત પ્રશ્ન...
સરકાર... સ્વતંત્રતા... આક્રોશ...
આવું બન્યું જ કેમ!?
આવું બન્યું જ કેમ?
શું નિર્માણની ખામી નવનિર્માણ નથી ઝંખતી!?
શું પ્રાણની આહુતિ જરૂરી છે!?
આંખો ઉઘાડવા...!?
એમ જ ન થઈ શકે... નિર્માણ!
કરો ને નિર્માણ...
નિષ્પાપ, નિષ્પક્ષ..
સફળ નિર્માણ...
જીવન માટે...
જીવવા માટે...
શ્વાસ માટે...!
'નવનિર્માણ !'
'નવભારત!'
'તક્ષશિલા' !