સફર મારી
સફર મારી
અક્ષરથી અબ્ધિવાસી સુધીની સફર મારી,
રોજરોજ અંતરમાં દેખાતી એને અસર મારી,
સાહિત્યથી સચ્ચિદાનંદ પહોંચવાનું મારે તો,
આત્મીય બનીને હરિવર તો લેશે ખબર મારી,
પ્રાસથી પરમેશ લગીની મુસાફરી અવિરતને,
ગંતવ્ય સુધી હાજર થવા ચાહ જબ્બર મારી,
તું રહ્યો બ્રહ્મ પરાત્પર કોઈ સાગર સમોને,
છું હું એક પૂતળી જેવી બની સાકર મારી,
દશા મારી દેવ દયાનિધિ શરણાગત હોવાની,
મંડરાતી એ આંખ નિરખવા નિરંતર મારી.
