સંકલ્પ વિના.
સંકલ્પ વિના.
સંકલ્પ વિના સિદ્ધિ નથી મળતી જગતમાં,
સિદ્ધિ વિના પ્રસિદ્ધિ નથી મળતી જગતમાં,
દ્રઢ સંકલ્પ એ પાયો છે સફળતાનો હંમેશાં,
માર્ગમાં આફત એને નથી નડતી જગતમાં,
શુભ શરુઆત અડધું કાર્ય કર્યા સમાન છે,
મહેનત વિના આશા નથી ફળતી જગતમાં,
આરંભથી અંત લગી પ્રયત્નો જારી રાખવા,
ધીરજ વિના મુસીબત નથી ટળતી જગતમાં,
આપણે જ બની જઈએ ભાગ્યવિધાતાને,
સત્ય વિના કદી સિદ્ધિ નથી વરતી જગતમાં.
