STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

સંબંધોની દુનિયા

સંબંધોની દુનિયા

1 min
176

દુનિયાભરના સંબંધો છે દુનિયામાં, સંબંધો જિંદગીનું બીજું નામ છે

સંબંધોની આ સરસ દુનિયામાં, ગણિત અને રાજનિતિનું શું કામ છે ?


ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, અને અહમ છે પોલાણ સંબંધોના

આ પોલાણ ને રાખો માપમાં, નહીં તો સંબંધ બની રહે છૂપા સંગ્રામ છે,


સંબંધો હોય છે હંમેશ કાચ જેવા, તૂટે તો જતી નથી તિરાડ

'જતું કરીને જાળવી રાખો’ની ભાવના, અખંડ સંબંધ માટેની હામ છે,


પ્રેમનો હોય પતંગ અને સાથે હોય સમજણની મજબૂત દોરી

સંબંધોના એવા આકાશમાં મહાલતા દરેક ને સલામ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational