STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

સંબંધો

સંબંધો

1 min
815

સંબંધોનું રાજકારણ રમે છે દુનિયા, 

એથી જ કેટકેટલું એ ખમે છે દુનિયા,


બુનિયાદ સ્વાર્થની સઘળે દેખાતી ને,

અનુકૂળ સ્થિતિમાં એ ગમે છે દુનિયા,


ઝૂંટવી લઈ કોળિયો કોઈના મુખેથી,

બત્રીસ વાટકે ભોજન જમે છે દુનિયા,


વિચારે છે પોતાનું જ એ દરેક વખતે,

ગરજ આવતાં કેવી રે નમે છે દુનિયા,


પ્રસંગોપાત થઈ જાય બિનધાસ્ત એ,

આવીને ઉત્સાહમાં એ ઝૂમે છે દુનિયા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational