STORYMIRROR

Masum Modasvi

Inspirational

3  

Masum Modasvi

Inspirational

સંભારણા

સંભારણા

1 min
13.4K


કેટલા સંભારણા મુકી જશું, 

માનમોભે જાતને જીવી જશુ.

જિંદગી તો એક લાંબી છે સફર,

હામ રાખી ચાલશું, ના ટુટી જશું. 

ઠોકરો ના ગંજ સામે લાગતાં, 

ના કદમ, ના ફાસલા ચૂકી જશું. 

આપણો તો સામનો છે કાળથી,

આજને પણ નાજથી કુદી જશું. 

આ જગત લેશે અમારી નોંધ પણ,

જિંદગીમાં ના કદી જુકી જશું. 

લેખથી છટકી શકો માસૂમ નહીં, 

પણ સમયને જીતવા ખુંપી જશું. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational