Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bakulesh Desai

Inspirational Others

3  

Bakulesh Desai

Inspirational Others

સમય-પુરાણ

સમય-પુરાણ

1 min
262

વીતેલા સમયની શી જાહોજલાલી,

હવે વર્તમાને બધું ખાલીખાલી !

પુરાણી ઘડિયાળ દે આમ ઠપકો,

'હવે શું જુઓ છો ? હું વિસરાઈ ચાલી !'

સમય આકળો થઈને પળને ધખે છે,

તમે ધીમે ચાલી કીધી પાયમાલી !

શું જોઈ પૂછો છો-સમય શું થયો છે ?

કરચલી જુઓ, મુખ પર ફૂલીફાલી !

શી રીતે પકડવી આ ચંચળ પળોને ?

હશે-છે-હતું તૂર્ત દે હાથતાળી !

સમય પાથરે પણ અને છિનવે પણ,

ગગન પરની તેમજ ચહેરાની લાલી.

ડરે છે સમય આંગળી એને દેતા !

રખે કોઈ એનું ન પહોંચું લે ઝાલી !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational