STORYMIRROR

Bakulesh Desai

Others

3  

Bakulesh Desai

Others

મા - અનુસયા - જશોદા - ટેરેસા

મા - અનુસયા - જશોદા - ટેરેસા

1 min
27.5K


મા તે મા
અનુસયા-જશોદા-ટેરેસા..
જન્માવે-પોષે-આયખું ઉજાળે.
મા એટલે મા
મા યાને એકાક્ષરી મમતા
આધિ-વ્યાધિ-ઉપાધિમાં સમતા
મા વાટ જુએ.. જોયા જ કરે.
(બીજું શું કરે?)
મા(જ) વાટ જુએ…
ધીરજ ખૂટે ત્યારે રૂએ.
માના આંસુથી આપણો મેલ
ધોવાય તો ધોવાય…
તેમાં માને શું ?!  મા તે મા…
મા પ્રશ્નોથી પર… તર્કોથી ઉપર…
મા સંતાનોને ઉછેરે… પ્રેરે…
સગાં ને સાવકાં પારકે ઘેરે !
ઠોકર વાગે મોટાને તો પીડા થાય માને.
નાનાને શરદી થાય તો ઊંઘ માની ઊડી જાય.
મા જો ઊંઘે તો?  ઊંઘ્યા જ કરે.
બાળકો બિચારા માનાં પગલાં સૂંઘ્યાં કરે;
સઘળી કમાણી… બસઘળી સિદ્ધિ,
માને ખાતે જમા… મા તે મા.


Rate this content
Log in