STORYMIRROR

Bakulesh Desai

Others

3  

Bakulesh Desai

Others

વૈષ્ણોદેવી જતાં

વૈષ્ણોદેવી જતાં

1 min
13.5K


પર્વત અને આ ખીણની મિલીભગત જુઓ,
આ તેજ ને તિમિર તણી ચીતરેલી છત જુઓ.

સૂરજની ઉગ્રતા અહીં દુર્લભ થઈ ગઈ..
‘સન-ગ્લાસ’ પે’રવાની સૂઝેલી કમત જુઓ.

વરસાદે એની લાગણીઓ ઠાલવી દીધી,
વાદળ ઉપર કરેલ ભીનાં દસ્તખત જુઓ !

મારું જ આ શરીર  છતાં ભાર લાગતો!
બીજા કને ઉપાડવાની આવડત જુઓ.

જાતે ધ્રુજે ને ચાય એ બાળકને પાય છે!
દેહાતી આદમીની જરી માવજત જુઓ!

ઘર જેવું ખાવું ને પીવું...આ દૂર દેશમાં,
મોજીલું જીવવાની કલા હસ્તગત જુઓ!

વૃદ્ધા ઊભી છે હાંફતી, અધવચ છતાં અડગ!
દર્શન કરીને ધન્ય થવાની મમત જુઓ!    

   

 

 


Rate this content
Log in