સમય આવ્યે અટકવાનું હોય છે
સમય આવ્યે અટકવાનું હોય છે


સમય આવ્યે અટકવાનું હોય છે,
તો જ જિંદગીમાં ટકવાનું હોય છે,
રાખ્યા કરીશ જો આંધળો વિશ્વાસ તો,
કાચની માફક તૂટવાનું હોય છે,
કર્યા કરીશ જતું વારંવાર જો જીવનમાં તો,
સદાય અપમાનિત થતા રહેવાનું હોય છે,
જેવા સાથે તેવા થઈને, “મનીષ”,
આત્માનું રક્ષણ કરવાનું હોય છે.