હું જેવો છું એવો છું
હું જેવો છું એવો છું

1 min

202
હું જેવો છું એવો છું,
અમુક લોકો માટે પુણ્યશાળી છું, ને અમુક લોકો માટે પાપી છું,
ઘણાની નજરમાં સારો છું, તો ઘણાની નજરમાં ખરાબ છું,
કોઈનાં દિલની ચાહત છું, તો કોઈનાં દિલની નફરત છું,
હામેં પુણ્ય પણ કર્યા છે ને અજાણતા ભૂલો પણ કરી છે,
અજાણતા થયેલી ભૂલને સુધારી લીધી છે ને ખુદને સજા પણ આપી છે,
હું સારા સાથે સારો રહ્યો છું, ને ખરાબ સાથે ખરાબ પણ રહ્યો છું,
પણ એક વાત ખરી કે, હું જેવો છું એવો કબુલું છું, કારણ હું કેવો છું એ ખુદને તો જાણું જ છું.