સહેવું પડે છે
સહેવું પડે છે
1 min
81
જેટલું ચાહું છું, એટલું સહેવું પડે છે,
દરદ પણ અનહદ સહેવું પડે છે.
સાચવું છું પોતાનાં જીવથીયે વધુ એમને,
તોય, શ્રીફળ જેમ વધેરાવું પડે છે.
રાખું છું સદા હૃદય પ્રેમથી છલોછલ,
તોય, પ્રીતની તરસમાં તરસવું પડે છે.
નથી કોઈ વાંક, નથી વૃત્તિ ખોટી, છતાં,
હરવખત જતું કરી નમવું પડે છે.
ખબર છે આગમાં ચાલવાં જેવું નથી,
પણ, પ્રેમ નિભાવવા હૃદય બાળવું પડે છે.
