સ્મરણ તારું
સ્મરણ તારું
મને લાગે સૌથી સવાયું હરિ સ્મરણ તારું.
તારી યાદે ઉર ઊભરાયું હરિ સ્મરણ તારું.
સુખદુઃખમાં હોય સદા સંગાથીને રક્ષનારું,
હેતે હરિવર નામ ગાયું હરિ સ્મરણ તારું.
તારા જેવો કોઈ ન બીજો મને નામ પ્યારું,
અશ્રુ નયન થકી છલકાયું હરિ સ્મરણ તારું.
ભવોભવનો તું સાથી પ્રભુ સ્નેહથી સંભારું,
તારામાં વિશ્વ સર્વ સમાયું હરિ સ્મરણ તારું.
દયા દાખવજે દીનાનાથ કોઈ બીજું નૈ મારું,
તારા નામે મન હરખાયું હરિ સ્મરણ તારું.