સમાજ
સમાજ
સમાન વિચારધારાથી રચાય છે સમાજ,
સમાન કાર્યપધ્ધતિથી પંકાય છે સમાજ,
કૈંક ઉમદા કાર્ય કરવાની નેમ હોય સહુની,
બહુજનહિતાય પ્રણાલી ગણાય છે સમાજ,
સમાન હેતુ બર લાવવાનો હોય છે મકસદ,
સંઘભાવનાને સંપથકી વખણાય છે સમાજ,
પરોપકારની ભાવના હોય સમાવિષ્ટ જેમાં,
સમજશક્તિના જોરે રૂડો થાય છે સમાજ,
જતું કરવાની ટેવ એમાં હોવી જરુરી છે,
માન આપીને માન ત્યાં પમાય છે સમાજ.
