સ્કૂલની ખુશી
સ્કૂલની ખુશી
સ્કૂલની એક ડાયરી મળી,
યાદોની એક અટારી મળી,
બચપણનાં કિસ્સા લખ્યાં હતાં,
મસ્તીનાં દિવસોની સવારી મળી,
યાદ આવતા એ સમય ને,
આંખોને ખુશીની કિનારી મળી,
કેવાં દિવસો હતાં ! ચિંતા વગરના,
ઉલ્લાસથી જીવવાની દરબારી મળી,
પુસ્તકો સાથે થતી લડાઈમાં,
કેટલીક વાર શબ્દોની યારી મળી,
રિસેસ પડતા ટિફિનને ખોલી,
વહેંચીને ખાવાની અનોખી તિજોરી મળી,
પાંચ વાગ્યે પડતો ઘંટનો ટકોર,
જલ્દી ઘરે જવાની મુસાફરી મળી,
આનંદના દિવસોનાં સંભારણા થયા,
આજે ખુશીને ગળે લાગવાની બારી મળી.
